ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં યોજાયેલ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નાં આયોજનમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા યુવા આયકોન આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પોહ્ચ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને 26 મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 શ્રી મહારાજ રાજેન્દ્રસિંહ વિધ્યાલય રાજપીપલા ખાતે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપલા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી, SVS નર્મદા( નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા) કક્ષાનું માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નાં આયોજનમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષય ના પ્રદર્શનમા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેથી કાર્યક્રમમાં આગેવાનો સાથે હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજુ કરી અને સારુ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ વિદ્યાર્થીઓ શાળાની ઈતર પ્રવૃત્તિઓ સાથે ભણવામાં આગળ વધે, તે અંગે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું.