ડાંગ: ડાંગ જિલ્લાના ગલકુંડ પાયરપાડા ગામમાં રહેતા બે યુવાનોના એક્સિડન્ટમાં બનેના જમણા પગ કપાઈ જતા પરિવારમાં ગુજરાન ચલાવવા મુશ્કેલી. આ બે યુવાનો જેમાંથી એકનું નામ જગદેિશભાઈ યશંવતભાઈ ગાગુડે અને બીજાનું નામ રવિભાઈ પ્રકાશભાઈ દળવી. રવિભાઈ અને જગદીશભાઈ બંનેના જમણા પગ કપાતા બે વર્ષથી તેમના પરિવાર દેખરેખ કરી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ રવિભાઈના પરિવારની હાલત એવી છે કે હાલ પોતે મજૂરી કામ શોધીને કરતા હોય છે અને રવિભાઈની દેખરેખ કરી રહ્યા છે. તો બીજી બાજુ જગદીશભાઈનું લગ્ન થઈ ગયું છે માતા પિતા નથી. તેમના બે છોકરા છે અને જગદીશભાઈની દેખરેખ એની પત્ની કરી રહી છે. હાલમાં બંને પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

આજ દિન સુધીમાં માત્રને માત્ર કોર્ટના આટા ફેરા જ કરાવવામાં આવી રહ્યા છે. કોર્ટમાં પણ તમારી પાસે કોઈ પુરાવા નથી એમ કહી દેવામાં આવેલ છે. બંને પરિવારોનું કહેવું છે કે એક્સિડન્ટ કરેલ ટ્રેક્ટર અને ટ્રેકટર ચાલકનું લાઈસન્સ અને આર.સી.બુકની ઝેરોક્ષ અમોને પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવ્યાં છે. આ ઘટના બાદ બંને પરિવારને આજ દિન સુધી કોઈ લાભ પણ આપવામાં આવ્યો નથી. બે વર્ષ થવા છતાં પણ કોઈ નેતા કે અધિકારીએ પીડિત પરીવારોની મુલાકાત પણ લીધી નથી.