વાંસદા: વાંસદા તાલુકાના ગામડાઓમાં હાલમાં દીપડાના બાળકો પર હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે વાંસદાના ઉપસળ ગામમાં એક દીપડાના મરણ થયેલી હાલતમાં લાશ મળી આવી છે જેને લઈને લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે દીપડાના હુમલા બાદ હવે દીપડા પર હુલમા થવાના ચાલુ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ઉપસળ અને મોટી વાલઝર ગામે બે બાળા ઉપર દીપડાએ હુમલો કરતા વન વિભાગ હરકતમાં આવી દીપડાને પકડવા માટે કેમેરા, વાયરલેસ કેમેરા, ટ્રેક કેમેરા લગાવી દક્ષિણ ગુજરાતની નિષ્ણાત વન વિભાગની ટીમે દીપડાને રેસ્કયું માટે 17 ટીમ કામગીરી કરી રહી છે. ગતરોજ વાંસદા ના ઉપસળ ગામના નિશાળ ફળિયા માંથી અમ્રતભાઈ ધનજીભાઈ ના ઘર નજીકથી ગત રોજ વહેલી સવારે આશરે 04.30 કલાકે દીપડો વન વિભાગના પાંજરામાં પુરાયો હતો ત્યારે હુમલા થયેલા બંને બાળકી ના ગામના લોકો માં હાશકારો થયો હતો અને હવે આજ રોજ વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામ ખાતે ખેતરમાંથી દીપડો મૃત હાલતમાં મળ્યો, ખેત મજુરોએ દીપડાનો મૃતદેહ જોતા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી,

વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કયા કારણોસર દીપડાનું મોત થયું છે તે તપાસનો વિષય છે. અચાનક દીપડાનું મરણ હાલતમાં મળવાને લઈને વન વિભાગની ટીમ શોકમાં છે. હાલમાં દીપડાના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.