વલસાડ: ગતરોજ સરકાર શ્રી દ્વારા આયોજીત “સ્વરછ ભારત મિશન 4.0 નો સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રી મતી રિંકુ શુકલા ના હસ્તે ડિજિટલ લોકાર્પણ કરી આવનાર 15 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓમાં સ્વરછતા અંગે જાગરૂકતા આવે એના માટે અલગ-અલગ કાર્યક્રમો જેવા કે શેરી નાટકો, સેમિનાર, તેમજ અન્ય આયોજનો કરી વિધાર્થીઓ સંસ્થામાં,ગામે ગામ તેમજ શહેરી વિસ્તારોના લોકોમાં જાગરૂકતા ફેલાવશે. કેમિકલ વિભાગના વડાશ્રી અમિત ધનેશ્વર દ્વારા આ વર્ષની થીમ “સ્વભાવ સ્વરછતા, સંસ્કાર સ્વરછતા” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી 15 દિવસ ચાલનારા આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશે એમ સંસ્થાના NSS લોકલ યુનિટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.