વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખાંભલા ઝાંપા ખાતે સમાજભવનમા વાંસદા. કુકણા સમાજની ભવનખાતે કારોબારીસભા મળેલ જેમા હોદ્દેદારો , કારોબારીસભ્યો તેમજ સમાજના અગ્રણીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં આગામી દિવસોમાં વાંસદા કુકણા સમાજ જન્મ- લગ્ન – મરણ પ્રસંગોન રીત- રીવાજો તેમજ. લગ્ન માં થતા બિનજરુરી ખર્ચાઓ દારા સમાજ દેવામાં ડુબતો જાય અને વ્યસન તરફ જાય છે જેની જાગૃતિ ગામે- ગામ થાય અને તેના માટે ધારાધોરણો સુધારવા અને રુઢીપરંપરા મુજબનો જન્મ – લગ્ન કે મરણમાં વિઘી માં સુધારો માટે સમસ્ત કુકણા સમાજ વાંસદાના પ્લેટફોમઁ ઉપર ચચાઁ કરવામાં આવેલ. જે ઘારા- ધોરણો ના સુધારા માટે આગામી દિવસોમાં ચાર ઝોનમાં વહેંચી સમાજ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
જેથી સમાજના આવા સંગઠનથી લોકોમાં. એક ખોટા- ખચઁ અને વ્યસનો થકી બચી શકાય જે કામ ઉમદા થવા જઈ રહ્યું છે જે વાંસદા કુકણા સમાજ થકી શરુઆત કરવામાં આવેલ જે સંગઠન થકી. સુધારો થશે તો સમાજ પ્રગતિ કરશે જેમા ખુબ મોટી સંખ્યામાં હાજર રહી સારી ચચાઁ કરવામાં આવેલ જેમા પ્રમુખ બાબુભાઈ ગાંગુડાએ પકૃતિપુજા કરી શરુઆત કરવામાં આવેલ જોહાર