માંડવી: આપણે હંમેશા સાંભળ્યું છે કે ઇતિહાસ હમેશા જીતવાવાળા જ લખે છે અને કેટલીય લડાઇ એવી હોઈ છે જે જીતાય પણ છે પણ એને કોઈ યાદ રાખતું નથી કે ઇતિહાસમાંથી એ સંઘર્ષને સત્તા દ્વારા કાઢી નાખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે અસંખ્ય આદિવાસી મહાન ક્રાંતિકારીઓના બલિદાનને આ દેશ જેવી રીતે ભૂલી ગયો તેવીજ રીતે આદિવાસીઓમાં પણ અસંખ્ય કર્મશીલોને હાંસિયામાં ધકેલાઈ દેવામાં આવ્યા અને એમના વિચારોને લોકો સુધી પહોંચે એ પહેલાંજ એ ઇતિહાસને બદલી નાખવામાં આવ્યો અને આમાં મુખ્ય જવાબદાર હું તે સમયની રાજસત્તા અને તેમાં રહેલા લોકોને માનું છું

કોઈ પણ સમયનો પ્રભાવી વિચાર એ સમયના સામાજિક,રાજનીતિક અને આર્થિક વ્યવસ્થામાં રહેલા પ્રભાવી વર્ગ કે સત્તાના વિચારો હોઈ છે દરેક દાયકામાં એના વિરોધી વિચારો પણ ઉપસ્થિત રહે છે આ વર્ગના વિચાર જે સત્તામાં બેઠેલા લોકોના વિચારો સામે સવાલ ઉભા કરે છે એટલા માટે તમે જોઈ શકો છો કે આ એ વર્ગના વિચારો હોઈ છે જે સત્તાધારી લોકો દ્વારા અવગણના અને શોષણ કરવામાં આવે છે

આદિવાસી સમાજમાં પણ કંઇક આવુજ થયું છે મૂળ સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકાના દેવગઢ ગામના વતની અને ચૌધરી સમાજમાં સ્થાપક(ચૌધરી સમાજ સુધારા મંડળ) જીવણભાઈ ધનજીભાઈ ચૌધરીને એમનોજ સમાજ ભૂલી ગયો માત્ર આ ઓળખ એમની મૂળ ઓળખ નહોતી પણ એ ક્રાંતિકારી કિસાન નેતા અને “ખેડે એની ખેતી ” “રહે એનું ઘર” “ભાગ પ્રથા નાબૂદી” ના આંદોલનના પ્રણેતાઓ માના એક હતા દેશના મહાન નેતા સુભાષચંદ્ર બોસની બાજુમાં બેસનાર અને મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના સંઘર્ષના સાથી આ નેતાને પોતાનોજ સમાજ ભૂલીજ ગયો છે એમની માતા જ્યારે જીવણભાઈ આંદોલન કરતા ત્યારે ચૌધરી બોલીમાં ગીત ગાતા કે “દાબીને પાઘડી બાધજે જીવા સરકારમાં તાણીને બોનજે” પણ આટલામાં એમની સંપૂર્ણ જીવનયાત્રા પણ જણાવી શકાય એમ નથી માટે જરૂર પ્રયત્નો કરીશું કે એમના વિચારો આદિવાસી સમાજ સુધી સ્થાપિત હિતોની દીવાલો અને વિચારોને કચડીને પણ પોંહચી શકે અને આવા અસંખ્ય ક્રાંતિકારીઓ આદિવાસી સમાજમાં ભૂલાયા છે એને બહાર લાવીએ જેથી આજની નવી પેઢીને એમને સમજવા અને એમના સ્વતંત્ર વિચારોને જાણવાની તક મળતી રહે.

અખિલ માકાભાઈ ચૌધરી
(રાજકીય કર્મશીલ)