ખેરગામ: આજરોજ ખેરગામ બહેજ ગામના પટેલ ફળિયામાંથી વહેતી તાન-માન નદીમાં નાહવા પડેલા યુવકનો પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તે ડૂબી ગયાની ઘટના બની હતી જેમાં 20 વર્ષીય યુવકનો લાંબી શોધખોળ બાદ ફાયરની ટીમને મૃતદેહ હાથ લાગ્યો

Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામના બહેજ ગામના પટેલ ફળિયા ખાતે આવેલી તાન-માન નદીના સંગમ સ્થળે એક યુવક નહાવા પડ્યો હતો ત્યાં પાણીનો પ્રવાહ વધી જતા તે ડૂબી ગયો હતો તેની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી પણ તેનો પત્તો ન લગતા વલસાડ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી લાંબી શોધખોળ બાદ ધરમપુર ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ મળીને તેને શોધી કાઢયો હતો પણ તેને પ્રાથમિક સારવાર આપવા છતાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.

આ ઘટનાને લઈને ખેરગામ પોલીસને જાન કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પોહચી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નદીમાં ડૂબી જનાર યુવક યુપીના લખમીપુર વિસ્તારના રમેશભાઈ સહાની છે. તે ખેરગામ ખાતે કલાર્કામનો ધંધો કરતો હતો