ડાંગ: સરસ્વતી વિદ્યામંદિર ધુળચોડ આહવા -ડાગં 2 જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે “ગ્રામ જીવન પદયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. જેમા “સ્વરછતા હી સેવા” અભિયાન અંતર્ગત “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજવામાં આવશે.

Decision News ને મળેલી માહિતી મુજબ સરસ્વતી વિદ્યામંદિર ધુળચોડ આહવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગાઈન મહેન્દ્રભાઈ એસ.ના માર્ગદર્શન હેઠળ શાળા ના આચાર્ય શ્રીમતી ગાઈન પાર્વતીબેન એમ., કોંકણી સ્વાતી બેન આર. બાગુલ સોમનાથ ભાઇ વાય. ગાયકવાડ હંસાબેન બી. ચવધરી પિન્ટુ બેન પી. ભોયે વિનોદભાઈ એસ.ગાયકવાડ તેજલ બેન જે. અને શાળાની ધોરણ-5/6/7 ની વિધાર્થી ની ઓ જોડાશે. ગાઢવી ગામમાં ગ્રામ જીવન પદયાત્રા ની 2 જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ગામમાં સવારે રેલીનું આયોજન કરીને જનજાગૃતિ, સફાઈ અભિયાન, ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, મંદિર, દવાખાનું, ગ્રામપંચાયત, દૂધ ડેરી, બસ સ્ટેન્ડ વગેરે જાહેર સ્થળો ની સફાઈ કરવામાં આવશે.

એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવશે અને સાંજે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આપ સૌ ગ્રામજનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે સરસ્વતી વિદ્યામંદિર ધુળચોડ ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.