ચીખલી: હાલમાં જ નવસારીના ચીખલી તાલુકામાં રહેતા કોલેજીયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીરસુખ માણતા આવ્યા હતા. શરીરસુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું, જે ને અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે હાલ આકસ્મિક મોતની જાહેરાત નોંધી આગળની કાર્યવાહી જલાલપોર પોલીસ કરી રહી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલીમાં રહેતા યુવક અને યુવતી નવસારીમાં આવેલી એક હોટલમાં અભ્યાસમાંથી ગુલ્લી મારી શરીરસબંધ બાંધવા આવ્યા હતા. સવારે ઘરેથી 9 વાગ્યા બાદ હોટલમાં આવ્યા અને બન્ને યુવાહૈયાઓ શરીર સંબંધ બાંધ્યા બાદ અચાનક યુવતીને રક્તસ્ત્રાવ શરૂ થયો અને તે બંધ થતો ન હતો. તેઓ હાથમાં આવે તે ઉપાયો કર્યા અંતે યુવકે તેના મિત્રને જાણ કરતાં મિત્ર નવસારી આવ્યો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં તબીબોએ તપાસ કરી પણ કેસ હાથમાં ન હોય અને કશું શંકાસ્પદ લાગતાં આવેલા યુવક અને તેના મિત્રને જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો અને તેઓએ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં પણ તે દરમિયાન વધુ લોહી વહી જતાં યુવતીનું મોત નીપજ્યું હતુ.

જેની જાણ જલાલપોર પોલીસમાં મૃતક યુવતીના પિતાએ જાણ કરતા જલાલપોર પોલીસ સિવિલ હોસ્પિટલમાં ધસી આવી હતી અને યુવતીના પરિવારજનોને જાણ કરતા હતા. સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી મળતી માહિતી મુજબ યુવતીના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને તેમની એક જ માંગ હતી ભલે ઘટના ઘટી પણ અમારી દીકરીને ન્યાય મળે તે માટે પોલીસ સાથે પણ ચર્ચા કરી હતી. નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રિના સમયે ભેગા થયેલા ગ્રામજનોને પોલીસે સમજાવ્યા હતા અને નવસારીના તબીબોએ પીએમ માટે ના પાડી હોવાનું જણાવતા પોલીસે યુવતીના દેહનું પીએમ કરવા માટે સુરત ખાતે ફોરેન્સિક પેનલ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે સુરતના પેનલ પીએમના રીપોર્ટની રાહ જોઈ આગળ કાર્યવાહી હાથ ધરાશે.

મા બાપે ચેતવા જેવો કિસ્સો..

ચીખલીની યુવતી સવારે 9 વાગ્યે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહી તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટલમાં આવી હતી. તેણીનું મોત થયું તેના જ મોબાઈલ પરથી અજાણ્યાંએ તેણીના પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલ માં છે પણ પિતાએ જણાવ્યું કે મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે પણ તેઓએ નવસારી આવી જોયું તો દીકરી મૃત હાલતમાં હતી. પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી.

મૃતદેહ સુરત ફોરેન્સિક પીએમ માટે મોકલાયો

ચીખલીની યુવતીના આકસ્મિક મોત બાદ તેણીના શરીરનું પીએમ કરવા માટે સિવિલમાં લાવ્યા હતા પણ તબીબ પેનલ પીએમ માટે ના પાડતા તેણીનું હવે સુરતમાં ફોરેન્સિક પેનલથી પીએમ થશે ત્યારબાદ તેણીના મોતનું કારણ જાણી શકાશે. હાલ તેણીની સાથે આવેલા યુવકની પૂછપરછ ચાલુ છે. ડી.ડી.લાડુમોર, પીઆઈ, જલાલપોર

આંતરિક ભાગમાં ગંભીર ઈજાની શક્યતા

સામાન્ય રીતે યુવતીને માસિક દરમિયાન લોહીનો સ્ત્રાવ થતો જ હોય છે પણ આ કિસ્સામાં યુવતીને શરીર સંબંધ બાદ આંતરિક ગંભીર ઈજા થઈ હોય તેણીને યોગ્ય સમયે રક્તસ્ત્રાવ અટકયો ન હોય અને તેને સમયસર સારવાર મળી શકી ન હોય તો મૃત્યુ થયાની સંભાવના હોય શકે. ડૉ. નેહા, સ્ત્રીરોગ નિષ્ણાત, નવસારી