ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહેશભાઈ નાના ભાઈ વસાવા તેમના ઘરમાં વારંવાર વીજળી નો પાવર ન આવતા વીજળીના થાંભલા પર ચડી લાઈટ ચાલુ થાય એવા પ્રયત્નો કરવા જતાં વીજ કરંટ લાગતાં મૃત્યુને ભેટયા હતા.

ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા તેમના ઘરમાં વારંવાર વીજળી નો પાવર ન આવતા વીજળીના થાંભલા પર ચડી લાઈટ ચાલુ થાય એવા પ્રયત્નો કરવા મજબૂર બન્યા. વારંવાર ઘરમાં વીજળી જવાના કારણે અંધારામાં પરિવારના સદસ્યો સાથે આખીરાત ઊંઘી રહેવું પડે છે અને હાલ ચોમાસાનો સમય છે મચ્છરો પણ ખૂબ હોય છે જેને લઈને પરેશાની ન પડે આ હેતુસર પોતે જ વીજળી કનેક્શનના થાંભલા પર ચડીને વીજળી ચાલુ કરવામાં મજબૂર બન્યા હતા અને અચાનક વિજ કરંટ લાગ્યો હતો અને મહેશભાઈ વસાવા જમીન પર ફેકાઈ ગયા હતા.

આ દ્રશ્યો પર મહેશભાઈ પત્ની રંજનબેનની નજર પડતાં તે ગભરાઈ ગયેલી હાલતમાં મહેશભાઈના પાસે દોડી ગઈ હતી અને મહેશભાઈને જોઈ બેભાન થઈ ગયા હતા ત્યાર પછી ગ્રામ પંચાયતના સરપંચ ચૈત્રભાઈ વસાવા વહીવટી તંત્રને જાણ કરતા GEBના અધિકારી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી પરિવાર સાથે વાતચીત કરી અને મહેશભાઈની ડેડબોડી નજીકના આરોગ્ય કેન્દ્ર ડેડીયાપાડા ખસેડવામાં આવી હતી. ડેડીયાપાડા પોલીસ માટે કે જાણકારી ફરિયાદ કરી પોલીસ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની તપાસ હાલ ચાલુ છે આ સમગ્ર ઘટના તાલુકા વિકાસ અધિકારી ડેડીયાપાડા જેઓને લેખિતમાં જાણ કરી છે