ધરમપુર: “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત તારીખ 21/09/2024 ના દિને ધરમપુર શહેરમાં ‘શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી’ થકી ધરમપુર નગરપાલિકા સંચાલિત મેરેજહોલ ખાતે સ્વછતા પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ધરમપુર શહેરની વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેસ્ટ ટુ બેસ્ટ અને રંગોળી સ્પર્ધામાં તમામ વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો, સ્પર્ધામાં ભાગ લીધેલ વિધાર્થીઓ દ્વારા સેલ્ફી પોઈન્ટ સાથે સેલ્ફી લેવામાં આવેલ હતી. જેમાં ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વિજયભાઇ ઇટાલીયા, બ્રાન્ડ એમ્બેસેડર શ્રી નિલમભાઈ પટેલ તેમજ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ, શિક્ષકગણ, શાળાના વિધાર્થીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ સહભાગી થયા હતા.

સરકારી કચેરીઓની સફાઈ અને મુખ્ય માર્ગોની સાફ-સફાઇ:
ધરમપુર નગરપાલિકા બ્રાન્ડ એમ્બેસેડર શ્રી નિલમભાઈ પટેલ તેમજ તેમની ટીમ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ, જાહેર પાર્કિંગ અને સરકારી કચેરીઓની સાફ-સફાઈ સાથે DDT પાવડર છંટકાવ કરી લોક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો