વલસાડ: સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ વિદ્યાર્થીઓ માટે SSIP 2.0 યોજના હેઠળ “SSIP માં એક પગલું આગળ” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના SSIP કોઓર્ડિનેટર ડો.ફાલ્ગુની શેઠે સેમિનારના તજજ્ઞોનું સ્વાગત કર્યું હતું.
ડૉ. દિપક ધોબી, આચાર્ય (I/c) એ ઔપચારિક રીતે નિષ્ણાતોનું ફૂલોથી સ્વાગત કર્યું. શ્રી પંચમ બરૈયા, સેન્ટર હેડ, સુરત સ્ટાર્ટઅપ સ્ટુડિયો, પારુલ યુનિવર્સિટીએ “કેમ્પસ ટુ કંપની: ટ્રાન્સફોર્મિંગ આઇડિયા ઈનટૂ એક્શન” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમણે શેર કર્યું કે કેવી રીતે કોઈ આઈડિયાને ઈનોવેશનમાં રૂપાંતરિત કરી શકાય છે અને કોઈ વ્યક્તિ પોતાના સ્ટાર્ટઅપની સ્થાપના માટે ઉપલબ્ધ વિવિધ ફંડની મદદ કેવી રીતે લઈ શકે છે. તેમણે તેમના દ્વારા સમર્થિત અને માર્ગદર્શન આપતા વિવિધ સ્ટાર્ટઅપ્સની મુસાફરી પણ શેર કરી.
શ્રી કીર્તિકુમાર પટેલ, ડાયરેક્ટર, આઈપી કેલ્ક્યુલસ, સુરત એ “ઈનોવેશન એન્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ” પર તેમનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને IPR શું છે અને તેનું રક્ષણ શા માટે જરૂરી છે તે વિશે સમજાવ્યું. તેમણે નામાંકિત બ્રાન્ડના કેટલાક જાણીતા ઉદાહરણો આપતા પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક વગેરે શું છે તેના વિવિધ ઉદાહરણો પણ શેર કર્યા. તેમણે એ પણ શેર કર્યું કે કેવી રીતે કોઈ તેમની પેટન્ટનો લાભ મેળવી શકે છે. વિદ્યાર્થીઓએ પ્રશ્ન જવાબના સત્રમાં સક્રિયપણે ભાગ લીધો અને તેમના વિચારોને આગળ લઈ જવા માટે સ્પષ્ટતા મેળવી. આ ઇવેન્ટમાં લગભગ 75 વિદ્યાર્થીઓ અને 12 ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ડી. ધોબીની અધ્યક્ષતામા ડૉ. ફાલ્ગુની કે. શેઠના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ.