વ્યારા: 13સપ્ટેમ્બર 2024 વિશ્વ આદિવાસી અધિકાર દિવસના રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં બોરખડી ગામમાં ગામની કુલ 6 પ્રાથમિક શાળાઓમાં બાલ વાટિકા થી લઈને ધોરણ આઠ સુધીના કુલ 154 બાળકોને બોરખડી સંગઠન દ્વારા સ્કુલ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં બોરખડી સંગઠનના સુભાષભાઈ ચૌધરી, બચુભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી, સરમુખભાઈ ચૌધરી, આત્મારામ ભાઈ, પોઉલભાઈ ચૌધરી, આનંદભાઈ ચૌધરી, કેવલભાઈ, સેજલબેન ચૌધરી, કિરીટભાઈ ચૌધરી, પ્રિયકર ચૌધરી, અને પ્રકૃતિ રક્ષક પરિવારના પ્રમુખશ્રી તર્કભાઈ ચૌધરી અને તાપી જિલ્લા આદિવાસી સમાજના સામાજિક આગેવાન ભાવિનભાઈ ગામીતે વિશેષ હાજરી આપી હતી.

બોરખડી શાળાના શિક્ષકો સાથે શિક્ષણની પ્રવૃત્તિ પર વિશેષ સંવાદ કરવામાં આવ્યો. ત્યાર બાદ દેશના બંધારણમાં આપવામાં આવેલા આદિવાસી સમાજના હક અધિકાર પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.