વ્યારા: આજે આદિવાસી લોકો વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ યોજી આદિવાસી અધિકાર દિવસ ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના શિક્ષિત યુવાનો આદિવાસી અધિકાર દિવસની ઉજવણીને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

આદિવાસી અધિકાર દિવસ ની શુભેચ્છાઓ શા માટે ? આદિવાસી લોકોને અધિકાર આપી ને પણ નથી આપ્યા. કોણી એ ગોળ લગાવ્યો હોય ત્યારે શેની શુભેચ્છાઓ ? મણિપુરમાં આદિવાસીઓના અધિકારો બળે છે. લદાખના આદિવાસી સિક્સ શિડયુલ ની માંગણી કરે છે. ગુજરાતમાં આદિવાસીઓ વિસ્થાપન અને બોગસ જાતી પ્રમાણપત્ર સામે રક્ષણ માંગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જમીન છીનવીને રઝળતા કર્યા બાદ હવે પાર તાપી નર્મદા લિંક તેમજ મોટા હાઇવે તેમજ ટ્રેન માટેની જમીનમાં વિસ્થાપન કરવામાં આવશે તેમાં આદિવાસીઓના અધિકારોનું હનન થશે.

છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ જેવાં રાજ્યોમાં જમીનો છીનવી વિસ્થાપન કરાય છે. અને દેશના મૂળ વારસો ને નકક્ષલી તરીકે જાહેર કરી તેમના અધિકારોને નષ્ટ કરવામાં આવ્યા. આટલા આટલા અન્યાય થવા છતાં આપણે એક બીજાને ખોટી શુભકામનાઓ આપી પોતાની જાત ને કે આપણા સમાજ ને છેતરી રહ્યા છે. જાગૃત બનો અને કોણી એ લગાવેલ ગોળ ને નહિ પરંતુ અધિકારો ને મેદાની લેવલ ઉપર અમલીકરણ તરફ આગળ વધો. એજ આપણું અને આપના સમાજનું સારું ભવિષ્ય નક્કી કરશે. -એડ જીમ્મી પટેલ (વ્યારા)