દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં જોવા મળતા મુખ્ય ચાર પ્રકારના ઝેરી સાપ ભારતમાં સાપની 250થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી 52 સાપ ઝેરી હોય છે. જેમાંથી ચાર ઝેરી સાપ 3 નાગ- કોબ્રા ખડચિતળો – રસેલ્સ વાઇપર કાળોતરો-કૉમન ક્રેઈટ ફૂરસો અથવા પૈડકું -સો-સ્કેલ્ડ વાઈપર છે.
ભારતમાં ક્રેટ અને કોબ્રા, વાઇપર, દરિયાઈ સાપો અને રીયર ફેન્ગડ स्नेs (rear fanged snake). ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર પ્રજાતિના સાપ મનુષ્યો માટે જોખમી છે. સર્પદંશથી થતાં સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર સાપ, નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર), જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ખેતીમાં કામ કરતા લોકો અને બાળકો સર્પદંશનો વધારે ભોગ બને છે. જેમાં બાળકોને સાપના ઝેરની અસર સૌથી વધારે થાય છે. ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં સર્પદંશના કિસ્સામાં મોતનો દર વધારે છે. ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન અને ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં સાપ કરડવાની ઘટના વધારે જોવા મળે છે.