ડાંગ: ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તારીખ ૯ ઓગસ્ટની સંધ્યાએ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયુ હતુ. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલની આગેવાની હેઠળ, આહવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા આહવામા ફૂટ પેટ્રોલિંગ કરવામા આવ્યુ હતુ.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ સાંજના ૭ વાગ્યાએ પોલીસ દ્વારા ફૂટ માર્ચ કરી આહવાની બંધારપાડા તેમજ પી.ડબલ્યુ.ડી કોલોનીમા ગણેશ પંડાળના સ્થળોની પણ મુલાકાત લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, આહવા ટાઉન વિસ્તારમા ૧૩, આહવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમા ૩૪, ગિરિમથક સાપુતારા પોલીસ સ્ટેશનના કાર્ય વિસ્તારમા ૪૨, વઘઈમા ૩૪, અને સુબીર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમા ૧૭ જેટલા મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામા આવી છે. ગણેશ ઉત્સવના આ તહેવાર નિમિત્તે જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે, પોલીસ દ્વારા આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામા આવ્યુ હતું.