કપરાડા: બહેતર પર્યાવરણ અપેક્ષાએ આજરોજ કપરાડા તાલુકાના મોટાપોંઢા સ્થિત હાઈસ્કૂલ ખાતે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય જીતુચોધરી એ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લા મુક્યો હતો.

ધારાસભ્ય જીતુ ચોધરી જણાવ્યું કે આજે વૃક્ષોની અગત્યતા અને મહત્વતા અંગે જણાવી કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત સમયે વૃક્ષોની મહત્વતા આપણને સમજાય હતી.,આજે કૂવા બોર ના તળિયા.પણ ઊંડા થયા છે. 500 ફૂટ ઉપર પણ પાણી નથી મળતું,જેથી જો હજુપણ વૃક્ષો ની મહત્વતા ન સમજીશું તો આગળની પરિસ્થિતિ ભયાનક હશે.

કપરાડા તાલુકામાં તલાત વિસ્તાર કરતા ઉપરના વિસ્તારોમાં જ્યાં ભરચક જંગલ હતું ત્યાં વૃક્ષો ઓછા છે, ત્યારે આપણે તમામ લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. સાથે વરસાદી પાણીનો સંગ્રહ.પણ જરૂરી છે,જેથી જમીનમાં.પાણી ઉતરી શકે.સામાજિક વનીકરણ વિભાગના આર.એફ. ઓ ભૂમિકા બેન પટેલ સહિત વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.