સંઘપ્રદેશ: ગતરોજ દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ વારલી સમુદાયના પ્રમુખ શંકરભાઈ ગોરાતની અધ્યક્ષતામાં વારલી સમાજના શિક્ષણ ક્ષેત્રમાં તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા સન્માનિત કરીને પ્રોત્સાહિત કરાયા હતા.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વારલી સમાજના પ્રમુખ શંકરભાઈ ગોરાતની અધ્યક્ષતામાં વારલી સમાજનાં વિદ્યાર્થીઓ મિતાલી સુનિલ ખરપડિયા નિકિતા દિલિપ પાટકર મિતેશ રાજેશ વાગરોડિયા સ્નેપલ ખાંજોડિયા, લકી માગી અને સાહિલ સતિષ પાગી જેમણે NEET UG 2024 પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી અને NAMO Medical Education and Research Institute, Silvassa ખાતે MBBS ડોક્ટરનાં અભ્યાસ માટે સીટ પર સિલેક્શન થયું હતુ .

આ પ્રસંગે વારલી સમાજ સંગઠનના આગેવાનોએ વિધાર્થીઓ તથા તેમના માતા પિતા, કુટુંબ પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી સમાજને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વારલી સમાજનાં આ યુવાઓ ખુબ આગળ વધે,પરિવાર સમાજ અને દાદરા નગર હવેલીનુ નામ રોશન કરે અને ડોક્ટર બની સેવા કરે એવી પ્રકૃતિને ચરણે પ્રાર્થના સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી