આહવા: ગતરોજ આહવા તાલુકાના કડમાળ ગામની હદમાં વન વિભાગ ડાંગ દ્વારા બાતમીના આધારે સોગઠું ગોઠવીને પકડાયેલ ટાવેરામાંથી ખેરણ લાકડાં સાથે ચાર આરોપી પકડાયા હતા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ ડાંગ જિલ્લાનાં ઊતર વન વિભાગનાં નાયબ વન સંરક્ષક દિનેશ રબારીની સુચનાં અને માર્ગદર્શન માં શિંગાણા રેંજ નાં રેંજ ફોરેસ્ટ અધિકારી કેયુર પટેલ તેમને બાતમી મળી હતી કે શિંગાણા રેંજનાં કડમાળ ગામની હદમાંથી એક ટવેરા ખેરનાં લાકડા મહારાષ્ટ્ર તરફ જવા નીકળી છે જે બાતમી મળતાં જ આરએફઓ અને તેમની ટીમ રાત્રી દરમ્યાન કડમાળ ગામની સીમ માં વોચ રાખતાં મળસ્કે 4:20 નાં સુમારે એક ટવેરા નંબર જી.જે-05-સીએમ-8016 આવતાં તેને અટકાવી ટવેરામાં જોતા ટવેરા માં આગળ કેબીન માં અને પાછળ 27 નંગ ખેરનાં લાકડા ભરેલાં હતાં લાકડા 0.415 ધનમીટર કિ.રૂ.20.000 પરમીટ વગરનાં લાકડાઓ ઝડપી પાડી ટવેરા ચાલક રવિન્દ્ર જયરામ ગાવિત રહે.કડમાળ,અજિત મગન કાગડે રહે. સુબીર, ફુલસીંગ ગોંદીયા પવાર રહે.લહાન કડમાળ,શાંતારામ કાકડીયા પવાર રહે.લહાન કડમાળ ચાર લાકડાચોરોની અટક કરી તેની સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત તપાસમાં અન્ય એક ઈસમો પણ સામેલ હોય તેમને વોન્ટેડ જાહેર કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ની કાર્યવાહી હાથ ધરીયા બાદ આરોપી પાસેથી ડિપોઝીટ પેટે રૂ.60000 જમા લઈ આરોપીઓને શરતી જામીન પર છોડી મુકાયાં હતાં.