ડાંગ: વર્તમાનમાં ડાંગના નીરગુડ માળ અને કાહડોળ ઘોડી ગામમાં બનાવેલ રસ્તો એક જ વર્ષમાં બેહાલ બન્યો જે તસવીર પરથી નજર કરી શકાય છે બીજું કહેવા જેવું નથી કારણ કે કોઈના નજરમાં નથી. નાળા ના કામમાં પણ ગડમથલ થઈ હોવાથી નાળા બેસી ગયા છે એવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી અનુસાર ડાંગ જિલ્લા પંચાયત વિભાગના માર્ગ અને મકાન અંતર્ગત એમ એમ જી એસ વાઘ 2021-22 હેઠળ રૂ.4.99.8000 ના ખર્ચે નીરગુડ માળા થી કાહડોળ ઘોડી વચ્ચે ચાર કિ.મીના અંતરનાં રસ્તાનું નવીનીકરણ અને નાળા તેમજ સાઈડ સોલ્ડ્રીંગનું કામ યુનિટી કન્ટ્રકશન આહવાને આપવામાં આવ્યું હતું. જે કામ શરૂ કર્યા મુજબ તારીખ /4/10/2022 અને કામ પૂર્ણ કરવાની તારીખ/3/1/2023 છે આ રસ્તાના કામમાં યુનિટી કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા નિમ્નકક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતાં રસ્તો એક જ વર્ષના અંદર જ ખરાબ થઈ ગયો છે. જે તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે અને જગ્યાએ જગ્યાએ રસ્તો ખોદાઈ ગયો છે તેમજ નાળાના કામમાં પણ વેઠ ઉતારવામાં આવેલ છે એમાં કોઈ બેમત નથી જે લોકોમાં ચર્ચા નો વિષય થઈ રહ્યો છે જેના લીધે નાળા ની જગ્યાએ રસ્તો બેસી ગયો છે નળાના કામમાં માત્ર નાળા નંખાયા છે. પાળી પણ બંધાઈ નથી જેના કારણે અહીં અવાર નવાર અકસ્માતો થાય છે રસ્તો નવીનીકરણ ના કામમાં ભારે ભ્રષ્ટાચાર છે જેની તટસ્થ તપાસ થશે તો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે તેમ છે.
ડાંગ જિલ્લા પંચાયત હસ્તક માર્ગ અને મકાન વિભાગ દરેક જગ્યાએ આવા જ કામો કરવામાં માહિર છે તેમાં કોઈ બે મત નથી જો આવું હોય તો અધિકારી આવે અને છાતી ઠોકી ને કહે કે અમારા દ્વારા કોઈ પ્રકારની ગેરરીતિ થઈ નથી હવે જોવાનું રહ્યું સરકાર કેવા પગલાં લે છે.