આહવા: ગુજરાતમાં જ કઈક જંગલ બચ્યું હોય તો તે ડાંગમાં છે એવું મનાય છે ત્યારે ગતરોજ ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં આવેલા ફોરેસ્ટ નાકા પાસે એક ટ્રકની અંદર ભાતના પુળીની વચ્ચે સંતાડી જતાં સાગી લાકડા સાથે એક ઝડપાયો

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ ઉતર વન વિભાગ હસ્તકના બરડીપાડા વન વિભાગની ટીમે બાતમી ના આધારે આજ રોજ ટ્રક નં.જી.જે.16 એક્સ.8316 ને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રક માં ભાતની પૂળી ની આડમાં સંતાડેવા માં આવેલા સાગી લાકડા નંગ.6 જેની કીમત રૂપિયા 6991=00 રૂપિયા તેમજ ટ્રક કિંમત રૂપિયા 7.50.000=00 તેમજ ભાતના પુળીયાની કિંમત રૂપિયા 30.000 =00 કુળ કિંમત મળી ને રૂપિયા 7.86.991=00 નો મુ્દામાલ સાથે ઝડપી પાડી ટ્રક ચાલક અને લાકડા ચોર મહેન્દ્ર રમણન ગધ્યા રહે. ઢોગીયાઆંબા તા. સુબીર જિ. ડાંગની અટક કરી ગુનો નોંધી આગળની તપાસ વન વિભાગે હાથ ધરી હતી.

પણ કેટલાંક સવાલો ઉભા થઇ રહ્યા છે જેમ કે..

1. એક સવાલ થઈ રહ્યો છે કે શું ટ્રક ચાલક એકલો હતો..?
2. કે પછી ફોરેસ્ટ વાળા ની સંડોવણી તો નથી ને..?
3. ટ્રકનો માલિક કોણ છે તેની તપાસ કરવામાં આવી છે કે નહીં..?
4. આ લાકડાનો જથ્થો ક્યાં લઇ જવામાં આવનાર હતો તેની તપાસ કરવામાં આવશે કે પછી ભીનું સંકેલાશે..?