વડોદરા: આદિવાસી સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 21મી ઓગસ્ટે’ ભારત બંધ‘ ના એલાનને લઈને બધા જ આદિવાસી સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું છે ત્યારે ચૈતર વસાવાએ એક નવા મુદ્દાને છેડી દીધો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ‘ભારત બંધ‘નું એલાનને આદિવાસી સમાજના આગેવાનો ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમન્વય મંચ,ભારતના પ્રમુખ અમરસિંહ ઝેડ. ચૌધરી, આદિવાસી એકતા મંચ, ભિલોડાના ડૉ. રાજન ભગોરા, આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ડૉ.શાંતિકર વસાવા અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના ડૉ.પ્રદીપ ગરાસિયા વગેરેએ એકજૂથ થઈ બંધને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે
ત્યારે આદિવાસી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ‘ભારત બંધ‘માં ભાજપાનાં સાંસદ આદિવાસી મનસુખ વસાવાના આદિવાસી સમાજના સાચા આગેવાન હશે, તો ‘ભારત બંધ‘માં જોડાશે, જો નકલી આદિવાસી હશે, તો નહીં જોડાય.

            
		








