સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા પુણેથી આવેલા સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું 17મી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુનામાં તેમના નિવાસસ્થાને અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ અંતિમવિધિ આપવામાં આવી હતી. ઇતિહાસમાં નોંધાયું છે 1954માં LSS સ્વયંસેવકો પુણેથી કેન્દ્રશાસિત પ્રદેશની મુક્તિ માટે આવ્યા અને 2 જી ઓગસ્ટ 1954ના રોજ દાદરા અને નગર હવેલીને આઝાદ કર્યું અને દાનહના લોકોને આઝાદીમાં શ્વાસ લેવડાવ્યો હતો.
તેમના દુ:ખદ અવસાન પર પુણેમાં પોલીસ સન્માન સાથે સંપૂર્ણ રાજ્ય સન્માન મહારાષ્ટ્ર સરકાર દ્વારા અપાયું અને ગાર્ડ ઓફ ઓનર સાથે વસંતરાવ પ્રસારને અંતિમ સલામી અને વિદાય અપાઈ હતી. હવે જુજ દાનહ સ્વાતંત્ર્ય સેનાની બચ્ચા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.