ઉમરપાડા: સુરત જિલ્લાનું ઉમરપાડા તાલુકાનું સ્વચ્છતા દ્રષ્ટી એ અગ્રેસર રહેનાર પોલીસ સ્ટેશન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એક નવું મહત્વ નું કાર્ય ઉમરપાડા પોલીસે વરસાદના પાણીને સંગ્રહવા માટે ૪૦ હજાર લિટરનો ભુગર્ભ ટાંકો બનાવી વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરાઇ છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર  ઉમરપાડા તાલુકામાં સુરત જિલ્લાનો સૌથી વધુ વરસાદ ખાબકે છે, પરંતુ આ વિસ્તાર નિસરાતો જેવો હોવાથી અહીં વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી. આ પાણી નદીઓ,નાની નાની ખાડીઓ માંથી સીધું દરિયામાં વહી જાય છે,જેથી અહીં ઉનાળા પહેલાથી જ પીવાની તંગી શરૂ થઇ જાય છે.જેથી અહીં ઉનાળા પહેલાથી જ પીવાની તંગી શરૂ થઇ જાય છે.એવામાં ઉમરપાડા પોલીસ મથકના તાત્કાલિક પી.એસ‌.આઇ કે.ડી.ભરવાડે ઉનાળામાં પોલીસ પરિવારને પડતી પાણીની તંગી નિવારવા ત્રણ વર્ષ અગાઉ પોલીસ મથકની છત પર પાઇપ ગોઠવી આ ટાંકામાં વરસાદી પાણી ભેગું કરવાનું શરૂ કર્યું. આ રીતે ઉમરપાડા તાલુકામાં પાણીની સમસ્યાના નિવારણની શરૂઆત કરી હતી. જ્યારે પણ પાણીની અછત સર્જાય ત્યારે ૪૦ હજાર લિટરના ભુગર્ભ ટાંકામાં સંગ્રહ કરવામાં આવેલા પાણીને ફિલ્ટર કરી પોલીસ પરિવાર ઉપયોગ કરી રહ્યા છે. તેમજ વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટેની પણ વ્યવસ્થાઓ ઊભી કરાઇ છે.

અન્ય ગામોએ પ્રેરણા મેળવી..

હાલમાં ઉમરપાડા પોલીસ કંઇ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે એ જોવા હાલ ઉમરપાડા તાલુકાના ગામડાંઓના સરપંચો અને આગેવાનો મુલાકાત લઇ રહ્યા છે. તેઓનાં ગામોને પણ ઊનાળામાં પાવાના પાણીની સમસ્યાનું નિરાકરણ મેળવી શકાય તે અંગે વ્યવસ્થાઓ ઊભી કરવામાં જણાવી રહ્યાં છે.