અનાવલ: ગતરોજ મહુવા તાલુકામાંથી નીકળેલી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની રેલીમાં ભાગ લીધેલ બે ગાંગડીયા ગામના યુવાનોનું બાઈક અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ મહુવાના ગાંગડીયા ગામના બે પિતારાય ભાઈઓ વિશ્વ આદિવાસી દિવસે નીકળેલી રેલીમાં બાઈક લઈને આવ્યા હતા ત્યારે તેમની પાસે ઉમરા પુલ પર સ્પેન્ડર બાઈક અને એકટીવા મોપેડ બાઈકની ટક્કર થતાં બંને વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં એક યુવાનને માથાંના ભાગમાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ પર મોત થઇ ગયું હતું.

જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. વિશ્વ આદિવાસી દિવસે બનેલી આ ઘટનાને લઈને પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.