આહવા: ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર બનતા હોય છે અને પોતાના મહેનતના રૂપિયા ગુમાવતાં હોય છે ત્યારે ડાંગમાં આદિવાસી સમાજના લોકો ઓનલાઇન ફ્રોડનો શિકાર ન બને એવા આશય સાથે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગાણીયાએ એક પહેલ કરી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વર્તમાન સમયમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે, લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. ત્યારે ડાંગના લોકોએ બેઝીઝક ઓનલાઇન ફ્રોડ થાય તો 1930 પર તાત્કાલિક કોલ કરી દેવો એમ ડાંગ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા છ મહિના દરમિયાન 200 થી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઇ છે. જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે. ઓનલાઇન ફ્રોડ વિષે વાત કરવામાં આવે તો આઇડેન્ટીટી ફ્રોડ, ક્રેડિટ-ડેબીટ કાર્ડ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવા અંગે ફ્રોડ, રેલવે-બસ-હોટેલ ટિકિટ બુંકિગ, બેંન્કિગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફેક એકાઉન્ટના નામે ફ્રોડ, ઓનલાઇન વિડીયો કોલિંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે.