ભરૂચ: આદિવાસી સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું ત્યારે તેના ઉત્તરમાં મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં ભારે રોષ પ્રગટ કર્યો હતો અને કહ્યું કે, સંસદ ભવનમાં અમે આંખો મીચી મંથન કરતા હોઈએ છીએ. હજુ એ રાજનીતિમાં પા પા પગલી છે.

મનસુખ વસાવા જણાવ્યું કે આ બધા લોકો લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફુક્તા હતા ને જોર જોરથી બોલતા હતા કે અમે જ જીતવાના છે. મારા વિષે નેગેટિવ વાતો કરતા હતા. પણ એ લોકો કોઈ જગ્યા એ ફાવવાના નથી. સંસદ ભવનમાં અમે લોકો સાંભળતાં સાંભળતાં આંખો મીચી મંથન કરતા હોઈએ છીએ. આવા પારલામેન્ટમાં ઘણા લોકો હોય છે. જે આંખ બંધ કરી મંથન કરી સાંભળતા હોય છે, એ લોકો કાંઈ ઊંઘતા ના હોય.

વધુમાં કહ્યું કે, એને (ચૈતર વાસાવા) તો સમય જ બતાવશે હજુ તો એણે રાજનીતિમાં પા પા પગલી જ ભરી છે. એ ધારાસભ્ય તરીકે કેવું કામ કરે છે એ હવે ખબર પડશે. આ જે છે એ ઉતાવળિયો નિર્ણય છે. આ તું તું મેં મેં કેટલી આગળ વધે છે એ જોવું રહ્યું.