સુરત: ગતરોજ સુરતમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજણા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. youtube ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફે જુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુધ્ધ પોલીસમાં અરજી કરી હતી અને એ જ ટપોરીઓએ ગતરોજ રાત્રે તેને એકલો જોઈને HTC ટેક્સ્ટાઇલ માર્કેટ આંજણા પાસે હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારના 34 જેટલા ઘા મારીને હત્યા કરી નાખી હોવાનું હાલમાં કહેવાય રહ્યું છે. હાલમાં સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
DSP ગઢવીએ કહ્યું કે સીતારામ ચાની ઉપર હત્યા કરાઈ છે. ઇજાગ્રસ્ત હાલતમાં જુબેરને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યો હતો પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં શકમંદોની તપાસ કરાઈ રહી છે. હજુ સલાબતપુરા પોલીસ દ્વારા કોઈને અટક કરવામાં આવી હોય એવું જાણવા મળ્યું નથી.