નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે કેલીયા ડેમ 100 ટકા ભરાય ગયો છે, સાથેજ ઓવરફ્લો પણ થતા વહીવટી તંત્ર દ્વારા 3 તાલુકાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

જુઓ વિડીઓ..

ચાર તાલુકાના 23 ગામોને એલર્ટ કર્યા
વાંસદા તાલુકાના કેલીયા અને ચીખલી તાલુકાનું કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પિંપલગભણ, ઘોલાર, કલિયારી, વલવાડા, તેજલાવ, ખેરગામ તાલુકાના વાડ ગણદેવી તાલુકાના ઉન્ડાચ, ગોયદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો તો 23 ગામોમાં ડેમનું ઓવર ફલો થયેલું પાણી ગામમાં પ્રવેશી શકે છે.