ખેરગામ: ખેડૂતોને જળ સે નલ યોજનાની પાઈપ લાઈન નો નુકસાનીના પૈસા ન મળ્યા જેને લઈ પાટી ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો થોડા દિવસ અગાઉ મામલતદાર અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપતા અધિકારીઓએ જણાવ્યું કે ન્યાય અપાવવામાં આવશે

DECISION NEWS ને પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ટૂંક જ સમયમાં નવસારી બીલીમોરા પાણી પુરવઠા વિભાગમાં કરોડોના કૌભાંડની વાત બહાર આવી હાલ નવસારી વલસાડ ડાંગ જેવા વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગ માટે તપાસની ટીમો ઉતારી દેવામાં આવી છે. જેથી પાટી ગામના લોકોને પણ સવાલ ઉભા થાય છે કે અમારા ગામમાં 49 લાખ નો જે કૌભાંડ કરવામાં આવ્યું છે એની પણ તપાસ થવી જોઈએ અને 49 લાખ સરકારના પાછા સરકારી તિજોરીમાં જવા જોઈએ અને જે ખેડૂત છે. એને યોગ્ય વળતર મળવું જોઈએ જેને લઈ નવસારી કલેકટર સાહેબને આવેદનપત્ર ખેરગામ ગામે પાણી પુરવઠાની નલ સે જલ ની પાટી ગામના ખેડૂતોને ખેતરમાંથી પાણીની પાઈપ લાઈન ગયેલ હોય

જેમાં સરપંચશ્રી તથા તલાટી તેમજ પાણી પુરવઠાના અધિકારીઓએ અમારા પાટી ગામે જેમના ખેતરમાંથી પાઈપ લાઈન ગયેલી નથી એવા ખોટા ખેડૂતોને ઉભા કરી ખોટા દસ્તાવેજો બનાવી, મરણ થયેલ હોય એવા વ્યક્તિઓની પણ ખોટી સહી કરી નાણાંની ઉચાપત કરેલ છે. સરકારશ્રીના નાણાંનો ખોટો દૂર ઉપયોગ કરેલ છે. તાત્કાલિક તપાસ કરાવો એવા ન્યાયની આશા અમો તમામ ગ્રામજનો અને ખેડૂતો રાખીએ છીએ.