ખેરગામ: થોડાક દિવસો પછી 9 મી ઓગસ્ટ ન દિને આવનાર ‘વિશ્વ આદિવાસી દિવસ’ ને લઈને આદિવાસીઓન સંસ્કૃતિna સન્માનમાં રજા જાહેર કરવા સમસ્ત આદિવાસી સમાજ ખેરગામના દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને રજુવાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ 9 મી ઓગસ્ટ હવે આખા ભારતભરના આદિવાસીઓ માટે એક સામાન્ય દિવસ જ નહિ રહેતા,સૌથી મોટો તહેવાર બની ચુક્યો છે.જેમાં આખા દેશના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી અબાલવૃદ્ધ સહુલોકો ભારે ઉત્સાહભેર ભાગ લે છે.અને છેલ્લા કેટલાંક વર્ષોથી બિનઆદિવાસી સમાજના લોકો પણ સામેલ થઇ ભાઈચારાની ભાવનાઓમાં ઉમેરો કરી રહ્યા છે.પરંતુ આ દિવસે જાહેર રજા નહિ હોવાથી અનેક લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લઈ શકતા નથી.આથી એવા અનેક લોકોની વેદનાઓની રજુઆત કરવા સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ આગળ આવ્યા હતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ખેરગામના મામલતદાર મારફતે આવેદનપત્ર આપી દરવર્ષે 9 મી ઓગસ્ટના રોજ સરકારી, અર્ધસરકારી,ખાનગી તમામ સંસ્થાઓમાં રજા જાહેર કરવા માંગ કરી હતી.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ખેરગામના પ્રમુખ મિન્ટેશ પટેલ, મહામંત્રી ઉમેશ પટેલ, કીર્તિ પટેલ, ઉમેશ મોગરાવાડી, દલપત પટેલ, કાર્તિક પટેલ, જીતેન્દ્ર પટેલ, જીગર પટેલ, મયુર ચૌધરી, નિખિલ પટેલ, કેયુર પટેલ, દિવ્યેશ પટેલ, કૃણાલ પટેલ,પ્ રિન્સ પટેલ, ભાવેશ પટેલ,મિલન પટેલ,અક્ષર પટેલ, હિતેશ પટેલ, ભાવિક પટેલ, પથિક પટેલ, ભાવેશ અટગામ, વિમલ પટેલ, નરેશ પટેલ, ભૂમિત પટેલ અને મહાર સમાજના પ્રમુખ વિજય કટારકાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.