ડાંગ: ભારત સરકારની આદિજાતિ મંત્રાલય હેઠળ ની એક સ્વાયત સંસ્થા દ્વારા ESSE -2023 હેઠળ ચાલતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના ભરતી અભિયાન હેઠળ CBSE દ્વારા લેવાયેલ લેખિત પરિક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને EMRS શાળાઓમાં હાજર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં પ્રિન્સીપાલ, PGT અકાઉટન્ટ, JSR લેબ આસીસ્ટન્ટ મળી 4062 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે. તેમાંથી ગુજરાતમાં 500 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આવેદનપત્રમાં નોંધ્યાં મુજબ વર્તમાન સરકાર દ્રારા CBSE અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે તે પણ મહદઅંશે ખામીયુક્ત અવિચારી પગલું લેવાયું છે. વર્ષોથી આદિવાસી વિસ્તારના પછાત ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા સંપૂર્ણ સુવિધાઓ સાથેની નિવાસી શાળાઓ (EMRS) એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલો શરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે તેમ છતાં એકલવ્ય મોડલ સ્કૂલોની શાળાઓમાં CBSE અંગ્રેજી માધ્યમ શરૂ કરી દીધું છે. આદિવાસી બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે તે ખુબ સારી વાત છે. પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને ઓચિંતા અંગ્રેજી માધ્યમમાં ફેરવવાથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થયેલ છે.
આ શાળાઓ આદિવાસી પછાત બાળકો માટે છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતી વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવામાં આવેલ નથી. અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોથી તેમની માતૃભાષા, ભૌગોલિક પરિસ્થિતિ, રહેણીકરણી વગેરેથી પરિચિત નથી. તેઓને બાળકોને ગુજરાતી ભાષા માં ભણાવતા કે વાતચીત કરતાં પણ આવડતું નથી. બહાર થી આવનાર શિક્ષક, શિક્ષણમાં અને બાળકોના ઘડતરમાં ન્યાય આપી શકશે નહિ. અખતરા કરીને બાળકોને ફેરાન કરવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે. બાળકોના ભવિષ્ય સાથે છેડા થઇ રહ્યા છે. એકલવ્ય મોડેલ સ્કૂલ પુનિયાવાડ ખાતે ત્રણ દિવસ અગાઉ 116 જેટલા બાળકોને ફૂડ પોયઝન થયું હતું. આજે પણ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઇ રહ્યા છે. અમારી આ શાળાની મુલાકાત દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ બહાર આવી છે. રસોડામાં ફાયર સેફટી નથી, જે વ્યક્તિનું કેટ્રસનું ટેન્ડર મંજુર થયું છે તે મહેસાણાના છે, જાણવા મળ્યું છે કે દર 15 દિવસે એકવાર ટેમ્પો આવે છે. અને એજ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે. જે સડેલી શાકભાજી હોય છે, જેના કારણે બાળકો બીમાર પડયા છે. આ સ્કુલમાં 12 જેટલા શિક્ષકો 1 વોર્ડન 1 ક્લાર્ક ની ભરતી થયેલ છે આ તમામ ને ગુજરાતી બોલતા નથી આવડતું. વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતુ નથી. આ સ્કુલમાં ધોરણ 9,10,11,12 તો ગુજરાતી મીડીયમ છે. તો બાળકોને કઈ રીતે ભણાવશે ?
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલ તમામ એકલવ્ય મોડેલ શાળાઓમાં આવી ગંભીર સમસ્યાઓ છે, અંબાજી ખાતે આવેલ એકલવ્ય શાળામાં તો બાળકોને ગુણવત્તાડીન ભોજન અને અને વિવિધ પ્રશ્નોને લઇ ધારણા પર બેસવાની ફરજ પડી છે. ત્યારે આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો દરેક શાળાઓ ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે.