વાંસદા: પાણી પુરવઠાના કરોડો રૂપિયાનો નવસારીમાં કરવામાં આવેલો કૌભાંડને લઈને વાંસદા- ચીખલીના આદિવાસી ધારાસભ્ય તપાસ એજન્સીઓ સામે સવાલો ઉભા કર્યા છે અને આ કેસમાં મોટા માથાઓને સંડોવાયેલા છે તેને પકડવું જોઈએ.
અનંત પટેલે Decision News ને જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ભરૂચ, નવસારી, સુરત જેવા જિલ્લામાં નિષ્ફળ થતી જોવા મળી છે. બધી યોજનાઓ માત્ર કાગળ પર છે. વાસ્મો દ્વારા નલ સે જલ યોજના નવસારી જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક ગામોમાં આ યોજના અધૂરી જોવા મળે છે.
આ યોજનામાં 50 કરોડથી વધારેનું કૌભાંડ થયું હોવાની મને આશંકા છે. પાણી પુરવઠાના અધિકારીઓ જેવી નાની માછલીઓને પકડવાની વાત ભાજપના મોટા નેતાઓ કરી રહ્યા છે, પરંતુ મોટા મગરમચ્છ ક્યારે પકડાશે એ મારે ભાજપના સરકારને પૂછવું છે.