ઉમરગામ : સંજાણના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડીની દાદરા નગર હવેલીના નરોલીમાં થયેલી કરપીણ હત્યાને લઈને વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ગતરોજ પીડિત પરિવારને સાંત્વના આપવા અને દીકરાને ન્યાય મેળવામાં સાથે રેહશે એ વિશ્વાસ આપવા જઈ રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સેલવાસમાં સંજાણના 30 વર્ષીય આદિવાસી યુવાન સ્વ.સંદીપ ઈશ્વરભાઈ ધોડીની નરોલી પુષ્પક બારમાં થયેલ હોટલ સ્ટાફ સાથે મામૂલી ઝગડામાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાય જવા પામ્યો છે ત્યારે આ આદિવાસી દીકરાને ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે MLA અનંત પટેલ આજે પરિવારની મુલાકાત લેશે.
અનંત પટેલ જણાવે છે કે હર અન્યાય સે, લડેંગે,જીતેંગે.. આજે જે આદિવાસી યુવાનની સામાન્ય બાબતમાં કરપીણ હત્યા કરવામાં આવી છે તેના તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આરોપીઓને કડક સજા મળે એવા ઉદ્દેશ સાથે અને પરિવાર પર આવી પડેલી મુશ્કેલીમાં તેમની સાથે ઉભા રહેવા સંજાણ (ભુનાટપાડા) ઉમરગામ, વલસાડ જઈ રહ્યો છે. આ ન્યાયની લડતમાં અમે પરિવારને હંમેશા સાથે જ છીએ