ગણદેવી: નવસારી જિલ્લાના આદિવાસી સમુદાયના દાવા મુજબ છેલ્લાં 200 વર્ષથી જે સ્મશાન ભૂમિ પર અંતિમવિધિની ક્રિયા કરવામાં આવતી હતી તે ભૂમિને પચાવી પાડવા માટે તેને તોડી પાડવામાં આવતાં ગણદેવી આદિવાસી સમુદાયના લોકોએ આજે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને નવસારી કલેક્ટર પંકજ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં નોંધ્યાં મુજબ નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે બ્લોક નં. 1445 અને 1285 વાળી જમીનમાં 200 વર્ષ કરતા વધુ સમયથી આદિવાસી સમુદાયનું સ્મશાન ચાલી આવેલ છે. પહેલા હમારો સમાજ મૃતકોને સ્મશાનમાં દફન કરી સમાધી આપતા હતાં. અને છેલ્લા વીસ વર્ષથી અગ્ની દાહ આપવાની પરંપરા ચાલુ કરેલ છે. છેલ્લા વીશ વર્ષથી સરકારની યોજના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ ના સહયોગથી હમારી સ્મશાનભુમીમાં સગડી મુકવામાં આવેલ છે. સરકારી વિવિધ યોજના અને લોક ફાળાથી સગડી મુકવા માટે સ્મશાનની છાપરી પાને શેડ અને સ્મશાન ભુમીએ આવનાર માટે બેસવા પતરાનો શેક તથા બોર કરી હેન્ડ પંપ મુકી આપેલ છે અને સરકારની યોજનાથી સબમર્શિબલ પંપ પણ મુકી આપેલ છે. આ માટે સ્મશાન ભુમીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ કનેક્શન પણ ગ્રાહક નં. 44821/04572/2 થી આપવામાં આવેલ છે. તેમજ સ્મશાન ભુમિમાં સ્ટ્રીટ લાઈટો પણ મુકી આપેલ છે. અને જીલ્લા પંચાયત દ્વારા પાકો રોડ પણ બનાવી આપેલ છે.વાંસદા ટ્રાયબલ સબ પ્લાન્ટમાંથી સ્મશાન ભુમિમાં બાકડા પણ મુકી આપેલ છે. શરુઆત મા (1) રાજેશભાઈ દયાળજી મહેતા (2)કેતનભાઈ સુમંતરાય મહેતા(3)જયેશભાઈ અરવિંદલાલ દેસાઈ તમામ રહે. ગલદેવા, તા. ગણદેવી,જી.નવસારી. (4)તલાટી-કમ- મંત્રીશ્રી ગણદેવા ગ્રામ પંચાયત-ગણદેવા, તા.ગણદેવી, જી.નવસારી (5)એડી.તલાટી- ક્રમ-મંત્રીશ્રીગણદેવા ગ્રામ પંચાયત-ગણદેવા,તા. ગણદેવી, જી.નવસારી.(6)સ૨પંચશ્રી સ્નેહલબેન તરલકુમાર પટેલ, ગણદેવા ગ્રામ પંચાયત- ગણદેવા,તા. ગણદેવી, જી.નવસારીનાઓએ સ્મશાનની સગડાના નટબોલ ખોલી નાખેલ અને બે પ્લેટો તોડી નાંખેલ. જેથી હમોને એવુ લાગેલ કે કોઈ ચોર ચોરી જવા આવુ કરેલ હશે પરંતુ હાલમાં જાણવા મળેલ છે કે (1) રાજેશભાઈ દયાળજી મહેતા (2) કેતનભાઈ સુમંતરાય મહેતાનાએ આવુ કરેલ. ત્યારબાદ વીજ મીટર ચોરી થતા તેની પણ અરજી કરેલ જે વીજ મીટર ચોરી થયેલ નથી હકીકતે (1) રાજેશભાઈ દયાળજી મહેતા (2)કેતનભાઈ સુમંતરાય મહેતા(૩)જયેશભાઈ અરવિદલાલ દેસાઇનાએ અમારી જાણ બહાર ચોરી કરી ગયેલાની હાલમાં હમોને જાણ થયેલ છે. સદર જમીનમાં (1) રાજેશભાઈ દયાળજી મહેતા (2) કેતનભાઈ સુમંતરાય મહેતા(3)જયેશભાઈ અરવિંદલાલ દેસાઈનાઓએ કોઈ અયોગ્ય લાગવગથી બ્લોક નં. 1445 અને 1285 માં બતાવી સદર જમીન તેની માલીકીની હોવાનું જણાવી ખોટી અરજીઓ કરી (2)
(4)તલાટી-કમ-મંત્રીશ્રી ગણદેવા ગામ પંચાયત-ગણદેવા,તા.ગણદેવી, જી.નવસારી (5) એકી તલાટી-ક્રમ-મંત્રીશી ગયાદેવા ગ્રામ પંચાયત – ગમાદેવા,તા. ગણદેવી, જી.નવસારી (ક્રીસરપંચશ્રી સ્નેહલબેન તરલકુમાર પટેલ, ગજાદેવા ગ્રામ પંચાયત – ગણદેવા, તા. ગણદેવી, જી.નવસારીના મેળાપીપણામાં તમામે સરકારી યોજનામાંથી બનાવેલ સ્મશાન ભૂમી તોડી નાંખેલ છે. અને સરકારી યોજનામાંથી હર્મોને આપેલ હેન્ડ પંપ ઉબાડી નાખેલ છે. અને વીજ મીટર ચોરી કરી ગયેલ છે. સ્મશાનની સગડી તોડી નાખેલ છે.
જે કોઈ પણ કારણ વગર માત્ર અમારા પરાપુર્વધી ચાલી આવેલ સ્મશાનભુમીની જમીન પચાવી પાડવાના બદઈરાદે આવુ ગેરકાયદેસરનું કૃત્ય કરેલ છે. અને વડીલોની સમાધીઓને પણ નુકશાન કરી અપમાનીત કરેલ છે. અમો વડીલોની સમાધીને અને સ્મશાન ભુમીને ખુબ જ પવિત્ર માનીએ છીએ. ખુબ જ આસ્થા રાખીએ છીએ. તેને તોડી ફોડી નાશ કરી નુકશાન કરી અપવિત્ર કરેલ છે. અમારા આદિવાસી સમાજને 200 વર્ષ કરતા વધુ સમયથી સદર જમીનમાં સ્મશાન તરીકે ઉપયોગ કરતા આવેલા છીએ. જે સ્મશાન ભુમીનો ઉપયોગ કરતા બંધ કરાવી દિવેલ છે. અમારા માટે ખુબ જ પવિત્ર માનવા આવતી સ્મશાનભુમી અને સમાધીઓને નુકશાન કરેલ છે. ઉપર જણાવેલ તમામ આરોપીઓએ મેળાપી પણામાં નષ્ટ કરવા પ્રયત્ન કરી નુકશાન અને નાશ કરી અપવિત્ર કરેલ છે. અને અનુસૂચિત જન જાતિના સમુદાય માટેનુ સમાન રીતે ઉપયોગમાં લેવાતુ સ્મશાનનો ઉપયોગ કરતા અવરોધ કરી અટકાવી દિધેલ છે. અને ખોટા કેસોમાં ફસાવી દેવા ધમકીઓ આપી રહ્યા છે. અમોને અમારું સ્મશાન અપાવવા અને ફરી યોગ્ય રીતે બનાવી આપવા અને આરોપીઓએ એટ્રોસીટી એક્ટ અન્વયે ગુના આચેરી આદિવાસી સમાજના ગૌરવ અને ગરીમાને ઠેસ પહોંચાડેલ હોય આરોપીઓ વિરુધ્ધ એટ્રોસીટીઝ એક્ટની કલમ 3(1) ટી અને 3(1) ઝેડ- એ અન્વયે ઊદેસરની કાર્યવાહી કરવા અને આરોપીઓની તાત્કાલીક પરપકડ કરવા અને હમારી સ્મશાન બુમી હમોને જે રીતે હતી તે રીતે પુન: સ્થાપિત કરી આપવા હમારી માંગ છે. અને હમોને સદર સ્મશાનભૂમીનો ઉપયોગ કરતા કોઈ અટકાત અવરોધ કરે કરાવે નહી તે માટે યોગ્ય પગલા ભરવા પણ હમારી માંગ છે. અમારી માંગણી આપ સાહેબ મારફત ભારતના મહામાહિમ રાષ્ટ્રપતિ સાહેબને તથા પ્રધાનમંત્રી સહાબને પહોંચાડવા વિનંતી છે.