આણંદ: આજે અમદાવાદ- વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વહેલી સવારે આણંદ પાસે ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં લાશોનો ઢગ થઇ ગયો હતો. 6 જેટલાં લોકો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.. અને 8 લોકો ગંભીર ઘાયલ અવસ્થામાં નજરે પડ્યા હતાં.

જુઓ ઘટના સ્થળનો વિડીયો..

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર બરોડાથી અમદાવાદ તરફ જતાં આણંદનાં ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકોને ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ, ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર મોત અને ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગનાં મૃતકો અને ઇજાગ્રસ્તો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બસ રાજસ્થાન જઇ રહી હતી.

સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી રહી છે કે, ટ્રકનું ટાયર ફાટતા બાજુમાં ઉભેલી ખાનગી બસને ટક્કર મારી હતી. જેના કારણે બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. અકસ્માતની માહિતી મળતા ફાયર અને પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે વહેલી સવારે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર હાઇ વે પર અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.