વલસાડ-ડાંગ-નવસારી: વાંસદા ધરમપુર ચીખલી કપરાડા અને વઘઈ તાલુકાના ખેડૂતોમાં સમયસર વાવણી લાયક વરસાદ પડતાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગતરોજ રાત્રી દરમિયાન અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડતાં આજે સવારથી જ ખેડૂતો ખેતીના કામમાં લાગી ગયાની જોવા મળી રહ્યું છે.
રાત્રે ધોધમાર વરસાદ વરસતાં લોકોએ ગરમીમાંથી રાહત પણ મળી છે. રાત્રીના આવેલા વરસાદમાં યુવાનોએ અને નાના બાળકોએ વરસાદમાં ભીંજાવાની મજા લીધી હતી. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગર અને લીલા શાકભાજીની ચોમાસામાં ખેડૂતો ખેતીમાં મંડી પડયા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી સાચી પડી રાતે વલસાડ- ડાંગ નવસારીના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો સાથે સાથે સંઘ પ્રદેશમાં વરસાદ જોરદાર બેટિંગ કરી હતીત્યાના સ્થાનિક ખેડૂતો પણ ખુશ ખુશાલ હોવાનું સુત્રો જણાવે છે.