ડાંગ: સમગ્ર ગુજરાતમાં 26 જૂનના 2024 ના દિવસે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે આ કાર્યક્રમને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ડાંગ જિલ્લામા કન્યા કેળવણી મહોત્સવમા હાજરી આપવાના છે તેને લઈને ડાંગ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી એક અનોખું આમંત્રણ આપવામાં આવ્યું છે.
Decision News ને સોશ્યલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતી મુજબ 26 જૂને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ડાંગ જિલ્લામા કન્યા કેળવણી મહોત્સવમા હાજરી આપવા આવી રહ્યા છે ત્યારે ડાંગ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને આહવા નગરની શાન એવા “એકમાત્ર” તળાવની મુલાકાત લેવા સહર્ષ ભાવભીનું આમંત્રણ અપાયું છે, હોવાના તસ્વીરો વાયરલ બની છે.
મુખ્યમંત્રીને જે આહવાના તળાવ જોવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તે તળાવનું હાલમાં જ તળાવ મંથન થયું છે જેમાંથી પ્લાસ્ટિક બોટલ રૂપી ઝેર અને દારુનું બોટલો મળી આવી હતી. જેના પરથી સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે ડાંગમાં દારૂની ખુલ્લેઆમ લે- વેચ થાય છે. બુટલેગરો પર પોલીસ કોઈ ધાક નથી. કદાચ મુખ્યમંત્રીને આ આમંત્રણ આ બાબતે ધ્યાન દોરવા પણ હોય શકે છે.