દિલ્લી: ગતરોજ દિલ્લી ખાતે યોજાયેલ 18મી લોકસભાનું પ્રથમ સત્રના ગૃહમાં ભાષાકીય વિવિધતા જોવા મળી, નવા ચૂંટાયેલા સાંસદોએ સંસ્કૃત, ગુજરાતી હિન્દી, ડોગરી, બંગાળી, આસામી અને ઉડિયા અને અંગ્રેજી ભાષાઓમાં શપથ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે હિન્દીમાં શપથ લીધા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવી, ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને શહેરી વિકાસ પ્રધાન મનોહર લાલ ખટ્ટરે હિન્દી ભાષામાં શપથ લીધા હતા.

સેલવાસના સાંસદ કલાબેન ડેલકર, દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આપણા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં શપથ લેવામાં આવ્યા હતા   ધર્મેન્દ્ર પ્રધાને ઓડિયામાં શપથ લીધા, સુરેશ ગોપીએ મલયાલમમાં શપથ લીધા. ઓડિશાના સંબલપુરના સાંસદ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉડિયા ભાષામાં શપથ લીધા. કેરળમાંથી ચૂંટાયેલા પ્રથમ બીજેપી સાંસદ સુરેશ ગોપીએ મલયાલમ ભાષામાં શપથ લીધા.

આ ઉપરાંત અન્ય સાંસદોએ નીચે મુજબ ભાષામાં લીધા શપથ..

• પાવર અને રિન્યુએબલ એનર્જી રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે સંસ્કૃત ભાષામાં શપથ લીધા.
• કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજમુદારે બંગાળી ભાષામાં શપથ લીધા.
પુણેના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે મરાઠી ભાષામાં શપથ લીધા.
• જમ્મુ-કાશ્મીરની ઉધમપુર લોકસભા સીટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ડોગરી ભાષામાં શપથ લીધા.
• કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આસામી ભાષામાં અને કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ તેલુગુ ભાષામાં શપથ લીધા.
• કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી અને પ્રહલાદ જોશીએ કન્નડ ભાષામાં શપથ લીધા.
કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ તેલુગુ ભાષામાં શપથ લીધા.
• વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોશીએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા.