ઉમરપાડા: ઉમરપાડા તાલુકા વિસ્તારના મુખ્ય બજારોમાં આવેલ ચા-નાસ્તા તેમજ કરીયાણાની દુકાનોમાં એક્સપાયર ડેટ તેમજ હલકીકક્ષાનું ખાણી-પીણાંની ચીજ વસ્તુઓની ધૂમ વેચાણ થઈ રહ્યું હોય જે આરોગવું સ્વાસ્થ સંબંધિત હાનિકારક હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં માંગ કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લાનો ઉમરપાડા વિસ્તારમાં ટ્રાઇબલ વિસ્તારમાં છે. મુખ્યત્વે વિસ્તારમાં અશિક્ષિત પ્રજા વસવાટ કરે છે. જેનો સીધો ફાયદો કેટલાક દુકાનદારો ઉઠાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમય થી ઉમરપાડા વિસ્તારના ના કેવડી, ઉમરપાડા મુખ્ય બજારો આવેલા છે. મુખ્ય બજારોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે કેટલાક દુકાનોદારો પૈસા કમાવવાની લાલચ માં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા નજરે પડી રહ્યાં છે. ઉમરપાડા ના એક જાગૃત નાગરિક દ્વારા ફરસાણ ની દુકાનમાંથી ચિપ્સ ના પડેકાની ખરીદી કરવામાં આવી હતી. જે પડીકા પર એક મહિના પહેલાંની એક્સપાયર ડેટ લખી હતી અને તેનું વેચાણ કરી રહ્યા હતાં. ગ્રાહક દ્વારા એક્સપાયર ડેટ વારુ પડેકુ બદલી આપી અન્ય પડેકુ માંગવામાં આવ્યું હતું. જો કે બદલી આપ પડેકા પર એક્સપાયર ડેટનું હોવાથી ગ્રાહકે ફરિયાદ કરી હતી. મુખ્યત્વે દુકાનમાં એક્સપાયર ડેટ નો માલ વેચાણ કારતા હોવાનું જણાયું હતું. નાના બાળકો માટે નાસ્તા ની ખરીદી કરવા આવેલ ગ્રાહકે દુકાન સંચાલક ને જાણવાતા દુકાનદારે ગ્રાહક સાથે જીભાજોડી કરી હતી.
સ્વાદ ખરાબ આવતા તારીખ ચેક કરતા એક્સપાયર ડેટનું હોવાનું જણાયું, અમે બીજું પેકેટ મંગાવ્યું તે પણ એક્સપાયર ડેટ વારુ હતું. જેથી અમે દુકાનમાં મુકેલ પાકિટ ચેલ કરતા અન્ય પેકેટો પણ એક્સપાયર ડેટ વારા જણાયા હતા. આ વસ્તુઓ લોકો ખાય છે બીમાર પડે તો જવાબદાર કોણ. જેથી કાર્યવાહી ની કાર્યવાહી થાય એવી માંગ છે.
વિનોદ વસાવા (જાગૃત નાગરિક : ઉનારપાડા)