વલસાડ: જ્યાં દર્દીઓને મોટાભાગના ડોકટરો, નર્સિગ સ્ટાફ અને સાધનો ઉપલબ્ધ થઇ રહે છે એવી સુવિધાજનક વલસાડ, વાંસદા હોસ્પિટલોની મુલાકાત લેતાં સાંસદ ધવલ પટેલ એક ડોકટરવાળી કપરાડા, રેફરલની મુલાકાત કેમ નહિ લેતાં.. સાલું સમજાતું નથી.
જ્યાં ખરેખર આદિવાસી લોકોના આરોગ્ય માટે સેવાઓ ઉપલબ્ધ બનતી નથી, જ્યાં એક જ ડોકટર હજારો દર્દીઓ માટે છે. જ્યાં દર્દીઓ માટે માળખાકીય સુવિધાઓ પણ નથી, જ્યાં સ્થાનિક દર્દીઓના સગાઓ માટે પુરતી બેસવાની સુવિધા નથી, જ્યાં પુરતા પ્રમાણમાં દર્દીઓ માટે નર્સિંગ સ્ટાફ નથી ત્યાં નવા સાંસદ ધવલ પટેલને જતાં રોકવામાં આવે છે ? કે પછી ત્યાં જવામાં રસ નથી. જો ધવલ પટેલ ખરેખર વલસાડ ડાંગ લોકસભાના વિસ્તારના લોકોના આરોગ્ય માટે સાચે જ ચિંતા કરતા હોય તો એક મુલાકાત કપરાડા રેફરલ હોસ્પીટલની બનતી હૈ ભાઈ..
અમે માત્ર સાંસદ ધવલ પટેલનું ધ્યાન દોરી શકીએ છીએ વાંચકો કે દર્શકો.. જો લોકોનો આગ્રહ હોવા છતાં જો ધવલ પટેલ કપરાડાવાસીઓ તમારી રેફરલ હોસ્પીટલની સ્થિતિ જોવા ન આવે તો ધવલ પટેલની પણ કોઈ મજબૂરી હશે એવું સમજી એમને માફ કરશો.. બાકી Decision News ફરી એક વખત સાસંદશ્રી અપીલ કરે છે કે બીજી હોસ્પિટલોની મુલાકાત છોડો અને આ એક ડોકટરવાળી હોસ્પીટલની મુલાકાત લો.. ન કરે નારાયણ તમારા પગલાં હોસ્પિટલમાં માળખાકીય સુવિધા ઉભી કરાવી દે.. કેટલું સારું થાય..

