કપરાડા: ગતરોજ વરસાદી ઝાપટા અને જોરદાર પવન ફુંકાતા ઝાડની મોટી ડાળી બાઇક પર તૂટી પડતાં કપરાડાના અરણાઇ ગામમાં એક દંપતી ઘાયલ થયાનું જણાવા મળી રહ્યું છે એમાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ સાંજના ચાર વાગ્યાની આજુબાજુ કપરાડાના અરણાઈ ગામના અજયભાઈ અને તેમના પત્ની કમળાબેન બારાત GJ- 15 DM-2190 નંબરની યુનિકોર્ન બાઇક લઇ બારાત ધરમપુરથી કામ પતાવી પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે વરસાદી ઝાપટા અને જોરદાર પવન ફુંકાતા એક ઝાડની ડાળી તેમની બાઇક પર તૂટી પડતાં તેમને ઈજા થઇ હતી.
આ કુદરતી અકસ્માતમાં કમળાબેનને માથાના ભાગમાં અને અજયભાઈને ખબામાં ભાગે ઇજા થઇ હતી. આમ બંને પતિ-પત્ની ધરમપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. હાલમાં તેમની સ્થિતિ બહેતર હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

