ધરમપુર: આજરોજ ધરમપુરના પ્રાંત અધિકારી અમિત એચ. ચૌધરીએ મોટીઢોલ ડુંગરી ગામની મુલાકાત લીધી હતી અને ગામના વણઉકેલ્યા પ્રશ્નો અને સમસ્યાઓ અંગે જાણકારી મેળવી તેના નિરાકરણ માટે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ખાસ ગામના આદીમ જૂથના પ્રશ્નોમાં આદિમ જૂથમાં આવાસ, જાતિના દાખલો કાઢવા, આધારકાર્ડ કાઢવા, રેશનકાર્ડમાં નામ ન હોય તે નામ દાખલ કરવા બાબતે, આદિમ જૂથમાં અલગ થી TC નાખવું, જેમના ઘરે લાઈટ માટેનું મીટર ન હોય એમને મીટર માટેની કામગીરી અંગે, કોઝવે, પ્રોટેક્શન વોલ બનાવવા અંગે, આદિમ જૂથમાં બનતા આવાસોની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા અને સાથે આદિમ જૂથમાં ઓછી ઉંમરમાં દીકરીઓના લગ્ન ન કરવાના સૂચનો પણ પ્રાંત અધિકારી દ્વારા લોકોને કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ધરમપુરના નાયબ મામલતદાર શ્રી, તાલુકા પંચાયતના અનિલભાઈ, તલાટી કમ મંત્રી શ્રી ઉષાબેન, પંચાયતના સભ્યશ્રીઓ ઉમેદભાઈ પટેલ, મગનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સંદીપભાઈ, તેજલબેન નયન પટેલ, હેતલબેન જયેશ ભાઈ, સસ્તા અનાજની દુકાન ચલાવતાં સુરેશભાઈ ભાઈ, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

