વાંસદા: આવતીકાલે વાંસદા તાલુકામાં હનુમાનબારી-ચાર રસ્તા BRB કોમ્પલેક્ષના બીજા માળે 99 સ્ટોર્સની પાછળ વિદ્યાની દેવી સાવિત્રીઆઈ ફૂલે ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે ફ્રી વાંચનાલય હશે.

Decision News ને મળેલી વિગતો મુજબ વાંસદા અને તેની આસપાસના ગામડાઓના ગરીબ યુવાનો સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની સખત મહેનત કરી તૈયારી કરતાં હોય છે પણ તેમને અનુકુળ વાતાવરણ, જરૂરી સુવિધા, પુસ્તકો અને ગાઈડલાઈન્સ નથી મળતી જેના કારણે તેઓ પરીક્ષામાં એક-બે માર્કથી ઉતીર્ણ થઇ શકતા નથી. આ બાબતને લઈને વાંસદામાં સૌ પ્રથમવાર અમારા દાદાશ્રીઓ ૫.શ. સોનુભાઇ ગાયકવાડ (ભગત)-નવતાડ ૫.શ. મગનભાઈ માહલા-પીપલખેડ ની સ્મૃતિમાં આ બંને પરિવારના સભ્યો દ્વારા વિદ્યાની દેવી સાવિત્રીઆઈ કુલે ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી તદ્દન ફ્રી વાંચનાલય શરુ કરાઈ રહી છે.

જેની Opening Date 23 જુન 2024 છે. આ વિદ્યાની દેવી સાવિત્રીઆઈ કુલે ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી એ.સી., પર્સનલ ફીક્ષ ડેક્ષ, 24 x 7 Power, તદ્દન શાંત વાતાવરણ, R.O. Water, આરામદાયક ખુરશી વગેરેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ માહિતી માટે +91 89802 53446 નંબર પર સંપર્ક કરી શકો છો.