ઉમરપાડા તાલુકાના તાલુકાની કન્યા આદર્શ નિવાસી, ઉમરપાડા ખાતે તાલુકા કક્ષાનો ” આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવણી કરવામાં આવી. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે. આ યોગથી માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ યોગથી શરીરને સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે અને શરીરનો આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે, સાથે કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રમેશભાઇ વસાવા, મા. તા.પ્રા.મુ શારદાબેન.ચૌધરી. મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારી, પી.એસ.આઇ. ઉમરપાડા , ICDS અને આંગણવાડી બહેનો, તાલુકા પંચાયત સ્ટાફ અને મામલતદાર સ્ટાફ, જિલ્લા આયુર્વેદ ના. ધાણાવડ અને ચિતલદા ડોક્ટરો અને સ્ટાફ,યોગ બોર્ડના જિલ્લા પોલીસ યોગ કોચ અને સમગ્ર ટીમ નેહરુ યુવા કેન્દ્ર,સુરતના બ્લોકના યુવાઓ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ યુવા સંયોજકો સાથે કન્યા આદર્શ નિવાસી, ઉમરપાડાના પ્રિન્સીપાલ અને વિધાર્થીઓને,સેન્ટ ઝેવિયર્સ ઉમરપાડા સ્ટાફ અને વિધાર્થીઓને અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.
સાથે ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે અને તાલુકા ન્યાયલય, ઉમરપાડા તાલુકા જજ દ્વારા સ્વ યોગ કરાવ્યા. સાથે વનરાજ હાઇસ્કુલ, ઉમરપાડા,નઇ તાલીમ આદર્શ નિવાસી શાળા,ઉચવાણ સાથે. સમગ્ર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જાણે ઉમરપાડા તાલુકો સવારના સમયે યોગમય ગયો હતો.