દક્ષિણ ગુજરાત: 18 જૂન આજથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડશે તો 24 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ યથાવત રહેશે.17 થી 22 જૂન સુધીમાંઆંધી વંટોળથી કાચા છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે 17-20 માં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેના કારણે ભારે વરસાદ પડશે તો બંગાળમાં ઉપસાગર ડીપડિપ્રેશનમાં ચોમાસુ વિશાખાપટનમ થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં વરસાદ આપશે. 20-28માં વલસાડ, ડાંગમાં અતિભારે વરસાદની શકયતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગે 18 જૂન 2024 મંગળવાર માટે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.