નવીન: વર્તમાન સમયમાં જ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિષે દાવો કર્યો છે કે તે હેક થઇ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને EVMને હટાવી દેવું જોઇએ ” અમેરિકાની ચૂંટણીમાં EVMનો ઉપયોગ ટાળવા આહ્વાન છે.
દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર (સીઇઓ) એલોન મસ્કે EVM અંગે એક મોટો દાવો કર્યો છે. એલોન મસ્કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિશે કહ્યું કે, તે હેક થઇ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને EVMને હટાવી દેવું જોઇએ “અમેરિકાની ચૂંટણીમાં EVMનો ઉપયોગ ટાળવા આહ્વાન કર્યું છે. આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી
સ્પેસ એક્સના CEO એલોન મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જૂનિયર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પર જવાબરૂપે કરી હતી.