વલસાડ: નાનાપોંઢા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડની લાશ ડુંગર પર એક ઝાડથી લટકેલી હાલતમાં મળતા પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નાનાપોંઢા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને પાનસ વાગણ ફળિયામાં રહેતા 40 વર્ષીય મનોજ રમણભાઈ બારીઆની લાશ શુક્રવારે સાંજે 4 વાગે પાનસ ગામે આવેલ ઔષધીય કેન્દ્રના ડુંગર ઉપરથી એક ઝાડની ડાળી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

​​​​​​​જેની જાણ સ્થાનિકોએ નાનાપોંઢા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશને નીચે ઉતારી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મરનાર મનોજભાઇ શુક્રવારે નોકરી ઉપર પણ ગયો ન હોય અને તેની લાશ ઘરથી ત્રણ કિલોમીટર દૂર ડુંગર પરથી મળી આવતા તેણે કયા કારણસર આપઘાત કર્યો તેની તપાસ પોલીસે હાથ ધરી છે.