વાંસદા તાલુકાના ભીનાર ગામની ખડકાળા ખાતે ચાલતી અને વિવાદો ભૂત સતત ભમતું રહેતી એવી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને તેમના ઓરિજનલ ડોક્યુમેન્ટ પરત કરવામાં સંચાલકો આડોડાઈ કરતા વિદ્યાર્થીઓએ વાંસદા પોલીસ મથક થી લઈ ઉચ્ચસ્તરીય રજૂઆત કરતા આ ઇન્સ્ટિટ્યૂટ ની પોલમપોલ બહાર આવી જવા પામી છે.

Decision News ને વિદ્યાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં કેટલાક વિદ્યાર્થીઓએ 2022 ના વર્ષમાં એડમિશન લીધું હતું. ત્યારે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવ્યા હતા. અને આ સંસ્થા દ્વારા જે ઓરીજનલ ડોક્યુમેન્ટ લેવામાં આવેલ છે તે આજ દિન સુધી વિદ્યાર્થીઓને પરત આપવામાં આવેલ નથી. તેમજ સંચાલકો દ્વારા પણ ગેરવર્તન કરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીનીએ વાંસદા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી

ફરિયાદમાં પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામની એક કોલેજ કાર્યરત છે. ત્યારે આ કોલેજમાં 2022 ના વર્ષમાં જી. એન.એમ. કોર્સ માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કારણકે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા હતા જે આજ દિન સુધી પરત કરવામાં આવેલ નથી. જોકે હકીકતમાં તો કોલેજ એ ઓરીજનલ ડોક્યુમેન્ટ તપાસીને વિદ્યાર્થીને ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત કરી દેવાના હોય છે. પરંતુ અહીં કોલેજના સંચાલકો દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે કોલેજના સંસ્થાપક અતુલ બ્રહ્મભટ્ટ તથા તેમનો પુત્ર ગૌરવ બ્રહ્મભટ્ટ અને વાઇસ પ્રિન્સિપલ પ્રિયંકા વસાવા દ્વારા વિદ્યાર્થી ઓને લોભામણી લાલચ આપવામાં આવતી હોય છે. તેમજ સારી નોકરી કે સરકારી નોકરી અપાવવામાં આવશે એવી લાલચ શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અહીં ઉલ્લેખનીય છે કે, કોલેજમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો પણ નથી.

આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોરલશિપ મળતી હોવાથી અભ્યાસ આપવાના બહાને આ સંસ્થા સ્કોલરશીપના પૈસા તેમજ અલગ અલગ પૈસાની માગણી કરી લૂંટે છે સરકાર ના પરિપત્ર મુજબ સંસ્થા ચલાવવા વિવિધ પ્રકારની પરવાનગી દા. ત. ગ્રામ પંચાયતની પરવાનગી, પંચાયતની પરવાનગી ,યુનિવર્સીટીની પરવાનગી, રાજ્ય સરકારની પરવાનગી, તાલુકા માં આવેલી તમામ કોલેજોની NOC લેવાની હોય છે. દર વર્ષે યુનિવર્સીટી દ્વારા સંસ્થાની ચકાસણી કરવામાં આવે પણ આ સંસ્થામાં કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવતી નથી ત્યારે સમગ્ર મામલામાં કોલેજના સંચાલકો દ્વારા પોતાની મનમાની ચલાવી લઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહી હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલાને ઉચ્ચસ્તરીય ફરિયાદ કરતા એક તપાસનો વિષય બનવા પામ્યો છે.