નવસારી: રાજ્યમાં બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે નવસારીમાં પોલીસ એક્શન માં આવી હતી. બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. આવા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નવસારી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 35 બુલેટ ડીટેઈન કર્યા છે. રાજમાર્ગ ઉપર આડેધડ ધૂમ સ્ટાઈલથી બાઈક દોડવાને કારણે રસ્તે ચાલતા બાળકો, મહિલા, વૃદ્ધોને વધુ તકલીફ પડે છે. નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા ગઈકાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી. જેમાં નવસારી ટાઉન, નવસારી રૂરલ, વિજલપોર, જલાલપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રાઈવ દરમિયાન જાહેર રસ્તા ઉપર કેટલાક બુલેટ ચાલક બુલેટના સાયલેન્સર મોડીફાઈ કરી ધ્વનિ પ્રદૂષણ તેમજ ઘોંઘાટ કરી રહ્યા હતા.

જેને પગલે આવા બુલેટ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના મુજબ અલગ અલગ વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન બુલેટના સાયલેન્સર મોડીફાઈ કરી ધ્વનિ પ્રદૂષણ તેમજ ઘોંઘાટ કરતા હોય તેવા બુલેટ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન 4, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન 19, વિજલપોર પોલીસ સ્ટેશન માં 7 તથા જલાલપોર પોલીસ સ્ટેશનમાં 5 મળી કુલ 35 બુલેટ એમ.વી. એક્ટ 207 મુજબ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા.